રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્યસભા માટે ચાર નવા સભ્યોની નિમણૂક કરી છે. તેમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે.
ઉજ્જવલ નિકમ એક જાણીતા ફોજદારી વકીલ છે
ઉજ્જવલ નિકમ 26/11 મુંબઈ હુમલા કેસ સહિત ઘણા હાઇ-પ્રોફાઇલ ક્રિમિનલ કેસોમાં સરકારી વકીલ રહી ચૂક્યા છે. જેમાં તેમણે કસાબને સજા કરાવી હતી. જ્યારે હર્ષવર્ધન શ્રૃંગલા ભારતના વિદેશ સચિવ રહી ચૂક્યા છે અને વિદેશ નીતિના ક્ષેત્રમાં લાંબો અનુભવ ધરાવે છે.