Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનમાં ભાગ લેવાના છે ત્યારે દરેક કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભૂમિપૂજન માટે પવિત્ર નદીઓ જળ અને તીર્થ સ્થળોની પવિત્ર માટી લાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના પાયામાં 40 કિલોની ચાંદીની ઈંટ સ્થાપિત કરશે.   

 જો કે હવે સમાચાર એવા પણ સામે આવ્યા છે કે મંદિરના પાયામાં એક ટાઈમ કેપ્સ્યુલ પણ મૂકવામાં આવશે. મંદિરના પાયામાં 200 ફુટ નીચે આ કેપ્સ્યુલ મૂકવામાં આવશે. તેને કાલ પત્ર પણ કહેવામાં આવે છે. આ પત્ર જે માહિતી મુકવામાં આવશે તેને તામ્રપત્ર પર લખવામાં આવશે. રામ મંદિર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે રામ જન્મભૂમિના ઇતિહાસને સાબિત કરવા માટે અને રામ મંદિર માટે જે લાંબી લડત ચાલી તેના વિશે જાણકારી ભવિષ્યમાં પણ ઉપલબ્ધ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
 ટાઈમ કેપ્સ્યુલ એટલે શું?

 ટાઈમ કેપ્સ્યુલએ ધાતુનું કન્ટેનર હોય છે જે ચોક્કસ રીતે બનાવવામાં આવે છે. આ કન્ટેનર તમામ પ્રકારના હવામાન અને તમામ પ્રકારના સંજોગોમાં સુરક્ષિત રહેવા સક્ષમ હોય છે. તેને જમીનની અંદર ખૂબ જ ઊંડી રાખવામાં આવે છે. તે સડતી નથી અને કોઈપણ સમયે આ કેપ્સ્યુલ કાઢવામાં આવે તો તેમાંથી તે સમયના સમાજને જે તે સમયગાળા અથવા દેશના ઇતિહાસની જાણકારી અકબંધ મળે છે.  

 રામ મંદિરમાં ટાઈમ કેપ્સ્યુલ શા માટે ?

 મંદિર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે ભવિષ્યમાં જ્યારે પણ કોઈ મંદિરનો ઇતિહાસ જોવા માંગે ત્યારે રામ જન્મભૂમિ માટે થયેલા સંઘર્ષના ઈતિહાસની સાથેના તથ્યો બહાર આવશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કમેશ્વર ચૌપાલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, મંદિરના પાયામાં ટાઈમ કેપ્સ્યુલ્સ મુકવાનો નિર્ણય એટલા માટે પણ લેવામાં આવ્યો છે કે ભવિષ્યમાં ફરી કોઈ વિવાદ ઊભો થાય તો આ કેપ્સ્યુલમાંથી મંદિરનો ઈતિહાસ અને અન્ય તથ્યો સામે આવી શકે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ