એર ઈન્ડિયાના મેનેજરને સ્લીપર વડે બેરહમ મારનારા શિવસેનાના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ હવે ફસાયા છે. એર ઈન્ડિયાએ તેમને બ્લેક લિસ્ટ કર્યા પછી ઈન્ડિગો જેવી ખાનગી વિમાની કંપનીઓએ પણ તેમને ટિકિટ આપવાનો ઈનકાર કરી દીધો છે. કોઈ વિમાની કંપનીએ ફ્લાઈટની ટિકિટ ન આપતા સાંસદને આખરે મુંબઈ જતી ટ્રેન પકડવાનો વારો આવ્યો છે.