રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ઑપરેશન સિંદૂર માટે ટ્રેડમાર્ક વિનંતી પાછી લીધી, ‘જુનિયર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ઓપરેશન સિંદૂરને ટ્રેડમાર્ક કરવાનો કોઈ ઇરાદો નથી, આ એક એવો શબ્દપ્રયોગ છે જે હવે ભારતીય શૌર્યના આદર્શ પ્રતીક સમાન રાષ્ટ્રીય ચેતનાનો અવિભાજ્ય હિસ્સો બની ગયો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એકમ જિયો સ્ટુડિયોએ તેની ટ્રેડમાર્ક અરજી પાછી ખેંચી લીધી છે, આ અરજી એક જુનિયર વ્યક્તિ દ્વારા અધિકૃતતા વિના અજાણતામાં દાખલ કરવામાં આવી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના તમામ હિસ્સેદારોને ઓપરેશન સિંદૂર પર અભૂતપૂર્વ ગર્વ છે, જે પહેલગામમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાના જવાબમાં હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર એ આતંકવાદના દૂષણ સામે ભારતની કોઈપણ સમાધાન વગરની લડાઈમાં આપણા બહાદુર સશસ્ત્ર દળોની ગર્વપૂર્ણ સિદ્ધિ છે.
આતંકવાદ સામેની આ લડાઈમાં રિલાયન્સ આપણી સરકાર અને સશસ્ત્ર દળોને સંપૂર્ણ સમર્થન આપે છે. 'ઇન્ડિયા ફર્સ્ટ' ના સૂત્ર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અટલ છે.વ્યક્તિએ પરવાનગી વિના ફાઇલ કરી’