સરકાર અને ભારતીય રિઝર્વ બેન્કના ધમપછાડા છતાં ડોલરની સામે રૂપિયાની હાલત સતત કથળી રહી છે. બુધવારે રૂપિયો ડોલરની સામે ધોવાઈને ભારતના ઇતિહાસમાં પહેલી વાર ૭૩ની સપાટી પાર કરી ગયો હતો. બુધવારે સવારે કારોબારના પ્રારંભે રૂપિયો સોમવારની બંધ સપાટી ૭૨.૯૧થી ગગડીને ૭૩.૨૫ની સપાટી પર ખુલ્યો હતો અને જોતજોતામાં ઓલ ટાઇમ લો ૭૩.૪૨ની સપાટી પર પહોંચ્યો હતો. કારોબાર દરમિયાન સરકાર અને આરબીઆઈએ રૂપિયાને વધુ ગગડતો અટકાવવા પ્રયાસ કરતાં થોડી મજબુતાઈ જોવા મળી હતી.