ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ દાદા બન્યા છે. દાદા બનવાની ખુશીમાં પૌત્રીનું મોંઢુ જોવા માટે અમિત શાહ મંગળવારે અમદાવાદ દોડી આવ્યાં હતા અને ઝાયડસ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જોકે, આ મામલે હોસ્પિટલ તંત્રએ ચુપકીદી સેવી હતી. અમિત શાહની પુત્રવધુ અને જય શાહની પત્ની એવી રિશીતાએ રાત્રે 10થી 10:15 વાગ્યાની વચ્ચે દીકરીને જન્મ આપ્યો છે.