ગોવામાં ભાજપની ગઠબંધન સરકાર લઘુમતીમાં આવી ગઇ હોવાનો દાવો કરી વિધાનસભામાં પારિકર સરકારને વિશ્વાસમત હાંસલ કરવાનો પડકાર ફેંકનાર કોંગ્રેસ રાજ્યમાં સરકાર રચવાના તમામ ઓરતા અધૂરાં રહી ગયાં છે. મંગળવારે કોંગ્રેસના ધારાસભ્યો સુભાષ શિરોડકર અને દયાનંદ સોપ્ટેએ નવી દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી પાર્ટી તેમજ વિધાનસભામાંથી રાજીનામાં આપી દીધાં હતાં. ગોવાના સ્પીકર પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, ફેક્સ દ્વારા રાજીનામાં મળી ચૂક્યાં છે. અમિત શાહ સાથેની બેઠક બાદ શિરોડકરે જણાવ્યું હતું કે, અમે આજે ભાજપમાં જોડાઈ રહ્યાં છીએ. અમને આશા છે કે આગામી દિવસોમાં બીજા બેથી ૩ કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જોડાશે.