Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણી વચ્ચે દિલ્હીની રાજનીતિમાં ફરી એક વાર થપ્પડકાંડની ચર્ચા થવા લાગી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર દરમિયાન એક યુવકે થપ્પડ મારી હતી. પાર્ટીએ આ ઘટનાની નિંદા કરતાં કેજરીવાલ પર વારંવાર થનારા હુમલાની પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષોમાં મારી પર નવ હુમલા કરવામાં આવ્યા છે. કેજરીવાલે કહ્યું કે, હુમલો મારી ઉપર નહીં દિલ્હીની જનતા પર થયો છે, જો મારી પર હુમલો થયો છે તો જવાબદારી ભાજપ સરકારની છે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, હુમલાખોરની પત્નીએ કહ્યું કે તેમના પતિ PM મોદીજીની વિરુદ્ધ કંઈ જ સાંભળી નથી શકતા. તેથી આ હુમલો કરાવવામાં આવ્યો છે જેનાથી મોદીની વિરુદ્ધ બોલનારા ડરી જાય. કેજરીવાલે કહ્યું કે આ હુમલાખોર દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે મોદીની વિરુદ્ધ બોલનારાઓને છોડવામાં નહીં આવે. આ એક તાનાશાહનું લક્ષણ છે, પરંતુ હું ડરવાનો નથી. મને ખુશી છે કે દેશના લોકો પણ અવાજ ઉઠાવી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે દેશના અનેક નેતાઓએ આ હુમલાની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. દેશ PM મોદીની તાનાશાહીની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ