કર્ણાટકના રાજકારણમાં આ દિવસોમાં ખૂબ જ હંગામો ચાલી રહ્યો છે. એવી ચર્ચા છે કે હવે રાજ્યની કમાન કોઈ બીજાને સોંપવામાં આવશે. પરંતુ બુધવારે ખુદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ બધી અફવાઓને ફગાવી દીધી અને સ્પષ્ટતા કરી કે, 'હા, 5 વર્ષ સુધી હું જ CM રહીશ. શું આ બાબતે તમને કોઈ શંકા છે?'
સિદ્ધારમૈયાએ આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે વિપક્ષો દાવો કરી રહ્યા હતા કે કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક મતભેદો છે અને કદાચ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી બનાવી શકાય છે.
આ મામલે ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે પણ પ્રતિકિયા આપી અને કહ્યું કે, 'મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મારે પાર્ટીના નિર્ણયનો સ્વીકાર કરવો પડશે અને હું મુખ્યમંત્રીની સાથે ઊભો રહીશ. લાખો લોકોએ પાર્ટીને ટેકો આપ્યો છે અને હું પાર્ટીના નિર્ણયોનું પાલન કરીશ.'