સુપ્રીમ કોર્ટ દ્વારા સુદર્શન ચેનલના યુપીએસસી જિહાદ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુસ્લિમ સમુદાય દ્વારા સિવિલ સર્વિસિઝમાં પ્રવેશ મેળવવા મુદ્દે આ ચેનલ દ્વારા એક કાર્યક્રમ બતાવવામાં આવી રહ્યો હતો જેના ઉપર કોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે. બિન્દાસ બોલ શો હેઠળ યુપીએસસી જિહાદ ચર્ચા શરૂ કરવામાં આવી હતી. કોર્ટે આ મુદ્દે ૧૭ સપ્ટેમ્બરે વિગતે સુનાવણી કરવાના આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ કાર્યક્રમ મુસ્લિમ સમુદાયને બદનામ કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમના ૯ એપિસોડ છે જેમાંથી પહેલાં ૨ એપિસોડ ઉપર પ્રતિબંધ મુકાયો છે અને બાકીના સાત અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.