નાણામંત્રાલય ટૂંક સમયમાં જ દેશમાં પાંચ સ્થળોએ પ્લાસ્ટિકની ચલણી નોટો પ્રયોગિક ધોરણે અમલમાં લાવવાનું છે. રાજ્યકક્ષાના નાંણામંત્રી અર્જૂનરામ મેઘવાલે શુક્રવારે લોકસભામાં ચર્ચા દરમિયાન એક સવાલના જવાબમાં આ મુદ્દે જાણકારી આપી હતી. આ પ્લાસ્ટિક ચલણમાં સૌથી પહેલાં 10ની નોટ લાવવામાં આવશે. આ નાટોનાં છાપકામ અને મુદ્રણ અંગે આરબીઆઈને જાણ કરવામાં આવી છે.