દિલ્હીમાંથી શનિવારે પકડાયેલા ISISના લોન વૂલ્ફ આતંકવાદીના યુપી ખાતેના બલરામપુરના ઘરમાંથી પોલીસ અને એટીએસની ટીમને મોટા જથ્થામાં મોતનો સામાન મળી આવ્યો હતો. પકડાયેલો આતંકી મોટા ખોફનાક હુમલાની ફિરાકમાં હતો. તેના ઘરમાંથી આત્મઘાતી હુમલા માટે તૈયાર કરાયેલા બે એક્સ્પ્લોઝિવ જેકેટ અને વિસ્ફેટકો, આઈએસઆઈએસનો ઝંડો અને કેટલુંક ઉશ્કેરણીજનક સાહિત્ય જપ્ત કરાયાં હતાં. દિલ્હીના ધોલાકુઆ ખાતેથી પકડાયેલો ISISનો આતંકી અબૂ યુસુફ બલરામપુરના ઉતરૌલા નજીક બઢયા ભૌંસાહીનો રહીશ છે. તેણે પોલીસ અને તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા નામ બદલીને અબૂ યુસુફ રાખ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે સુસાઇડ હુમલા માટે બેલ્ટ પણ બનાવી રાખ્યા હતા.