બ્રિટન, અમેરિકા બાદ હવે ભારતમાં પણ સજાતીય સંબંધોને કાયદેસરની માન્યતા મળી ગઇ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસીક ચુકાદામાં આ માન્યતા આપી છે જેને પગલે પુખ્ત વયનામાં સજાતીય સંબંધો જેવા કે ગે લેસ્બિયન વગેરે હવે અપરાધ નહીં ગણાય. અત્યાર સુધી આ પ્રકારના સંબંધોને કાયદાકીય માન્યતા નહોતી મળી અને જે લોકો આ પ્રકારના સંબંધો બાંધે તો તેને અપરાધ માનવામાં આવતો હતો, જોકે કોઇ કડક કાર્યવાહી નહોતી થતી તે અપવાદ સ્વરુપ છે. તેમ છતા કાયદામાં આ એક અપરાધ મનાતો હતો જેને પગલે સમાજમાં સજાતીય સંબંધ ધરાવતા લોકોને એક અલગ જ દ્રષ્ટીએ જોવામાં આવતા હતા, પણ હવે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી દીધી છે કે સજાતીય સંબંધો હવે અપરાધ નથી.