ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લી યોજાતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં નીકળે તેમ જણાવ્યું હતું. પરંતુ શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કઈ કરી શકતી નથી. તેવા સમયે વરદાયિની માતાજીની પલ્લી રૂપાલ ગામમાં કોરોના કહેર વચ્ચે પણ અતુલ રહી હતી.
માત્ર ગામમાં ઘીની નદી જોવા મળી ન હતી. પરંતુ માતાજીની આસ્થા અકબંધ જોવા મળી હતી. જ્યારે રાજ્યના મહેસુલ અગ્ર સચિવ પંકજકુમાર અને તેમના પત્નીએ પલ્લી નીકળે તે પહેલા પલ્લીના દર્શન કર્યા હતા. રૂપાલમાં માત્ર ઘીની નદીઓ ના વહી, પલ્લીની પરંપરા અતૂટ રહી હતી.
આ વર્ષે કોરોના અને સરકારની મંજૂરી ન હોવાના કારણે પલ્લીને સાંકડી જગ્યામાં મંદિર આગળ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. અત્યારે પલ્લી બનાવવાની કામગીરી વહેલી શરૂ થઈ હતી અને 12 વાગ્યા પહેલા જ વરદાયિની માતાના મંદિર પરિસરમાં પહોંચી ગઈ હતી.