૧૯૪૭માં ગાડાના પૈડાં જેવો ગણાતો રૂપિયો આજે ડોલર સામે સાવ વામણો બની ગયો છે. સોમવારે ડોલર સામે રૂપિયો આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વાર ૭૪ની સપાટી પાર કરીને ૩૦ પૈસા તૂટી ૭૪.૦૬ની ઔલાઇફટાઇમ લો સપાટી પર બંધ આવ્યો હતો. સોમવારે કારોબારના પ્રારંભે રૂપિયો શુક્રવારના ૭૩.૭૬ના બંધથી ૧૪ પૈસા નીચો ખુલ્યો હતો. વિશ્વની મજબૂત કરન્સીઓ સામે ડોલરે મજબુતાઈ હાંસલ કરતાં તેની અસર રૂપિયા પર પણ વર્તાઇ હતી. ઇન્ટરબેન્ક ફોરેન એક્સ્ચેન્જ માર્કેટ ખાતે રૂપિયો ડોલરની સામે ૭૩.૮૯ પર ખુલ્યો હતો. માર્કેટમાં થોડી સ્થિરતા આવતાં રૂપિયો મજબૂત બની ૭૩.૭૬ની સપાટી પર પાછો આવ્યો હતો પરંતુ ત્યારબાદ ફરી એકવાર ૭૪.૧૦ પર ગગડીને ૭૪.૦૬ પર બંધ આવ્યો હતો.