Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં અવાર નવાર ગટર સાફ કરનાર કામદારોના મોત થયાના અહેવાલો સામે આવતા હોય છે, ત્યારે રવિવારે સાંજે આવી જ એક ઘટના અમદાવાદના બાવળામાં બની છે. બાવળામાં 3 સફાઈ કામદારોના ગટર સાફ કરતી વખતે મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ ઘટનાને પહલે બાવળા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, રવિવારે બાવળા વિસ્તારમાં આવેલા શાહી દર્શન ચાર રસ્તા નજીક શાળાની બાજુમાં આવેલી ગટરમાં સફાઇકર્મીઓ સફાઇ કરી રહ્યા હતા તે દરમિયાન ગેસનાં કારણે ગૂંગળામળ થતા આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં ભોગ બનેલા ત્રણેય કામદારોનું નામ અમિત મકવાણા, રાજુવાળા અને રાકેશ પટેલ છે. આ ઘટના બનતા સ્થાનિક લોકોને ખબર પડતા તેમને તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં મૃતકોનાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. હાલ આ મૃતકોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ