Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાંથી આતંકનો સફાયો કરવા મેદાને પડેલા સુરક્ષા દળોને વધુ એક સફળતા હાથ લાગી છે. સુરક્ષો દળોએ કાશ્મીર ખીણમાં સક્રિય હિઝબુલના છેલ્લા કમાન્ડરને ઠાર મારીને બુરહાન ગેંગને નેસ્તનાબૂદ કરી દીધી છે. શોપિયાંમાં સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બુરહાન ગેંગનો છેલ્લો કમાન્ડર લતીફ અહેમદ ડાર ઊર્ફ લતીફ ટાઈગર પણ માર્યો ગયો છે. લતીફની સાથે હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓ પણ માર્યા ગયા છે. લતીફના મોત સાથે ખીણ વિસ્તારમાંથી બુરહાન વાની ગેંગનો ખાતમો થઈ ગયો છે. ઈમામ સાહેબ ગામમા સુરક્ષા દળોએ શુક્રવારે સવારે બાતમીને આધારે આ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી. આ દરમિયાન ત્યાં છુપાયેલા હિઝબુલના આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ હિઝબુલના કમાન્ડર લતીફ ડાર તરીકે થઈ છે. આ ત્રણ આતંકીઓને ઠાર માર્યા બાદ સુરક્ષા દળોએ તેમની પાસે મોટી માત્રામાં હથિયાર જપ્ત કર્યાં હતા. લતીફ પુલવામાનો રહેવાશી છે તો તારીક તથા શરિક અહેમદ શોપિયાંનો રહેવાશી છે. લતીફ ૨૦૧૪ થી આતંકવાદી ગતિવિધિઓ કરતો હતો. ટાઈગર બુરહાન વાનીના ટોચના ૧૦ કમાન્ડરોમાં સામેલ હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ