પાકિસ્તાનની આતંકવાદ પ્રત્યેની નીતિનો પર્દાફાશ કરવા તેમજ ઓપરેશન સિંદૂરનું સત્ય વિશ્વને જણાવવા તમામ પક્ષોના પ્રતિનિધિમંડળને વિવિધ દેશોમાં મોકલવાના અભિયાનથી મમતા બેનરજીએ અંતર જાળવ્યું છે. મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસે કેન્દ્ર સરકારના આ અભિયાનમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. યુસુફ પઠાણને પણ ભાગ લેતા અટકાવ્યા છે.
તૃણમુલ કોંગ્રેસે જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારના આ ઓલ પાર્ટી ડેલિગેશન અભિયાનનો હિસ્સો નહીં બનીએ. કેન્દ્ર સરકારે ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું નામ યાદીમાં સામેલ કર્યું હતું. જો કે, ટીએમસીના આ નિર્ણયથી પક્ષે યુસુફ પઠાણને આ અભિયાનનો હિસ્સો બનતાં અટકાવ્યો છે. યુસુફ પઠાણે પણ કેન્દ્ર સરકારને જાણ કરીને કહ્યું છે કે, હું ઉપલબ્ધ નથી.