એપેલેટ ટ્રિબ્યુનલે આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચરને વિડીયોકોન ગુ્રપને રૂ.૩૦૦ કરોડની લોન મંજૂર કરવાના બદલામાં રૂ.૬૪ કરોડની લાંચ લેવા બદલ દોષિત ઠેરવ્યા છે. ૩, જુલાઈના રોજ આપેલા વિગતવાર આદેશમાં, ટ્રિબ્યુનલે ચૂકાદો આપ્યો હતો કે, ચૂકવણી કોચરના પતિ દીપક દ્વારા વિડીયોકોન સાથે સંકળાયેલી કંપની દ્વારા કરવામાં આવેલી 'ક્વિડ પ્રો ક્વો'નો સ્પષ્ટ કેસ હતો.
ટ્રિબ્યુનલના જણાવ્યા મુજબ, આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા રૂ.૩૦૦ કરોડની લોન વિતરિત થયાના એક દિવસ પછી, રૂ.૬૪ કરોડની ચૂકવણી વિડીયોકોનની એન્ટિટી એસઈપીએલમાંથી નુપાવર રિન્યુએબલ્સ પ્રાઈવેટ લિમિટેડ (એનઆરપીએલ)ને રૂટ કરવામાં આવી હતી, જે કંપની દિપક કોચર દ્વારા અસરકારકરીતે નિયંત્રિત હતી. જ્યારે એનઆરપીએલ કાગળ પર વિડીયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની માલિકીની હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, ત્યારે ટ્રિબ્યુનલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કંપનીનું વાસ્તવિક નિયંત્રણ દિપક પાસે હતું, જેઓ તેના મેનેજિંગ ડિરેકટર તરીકે પણ સેવા આપી હતી.