ગુજરાતમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલથી રાપરમાં અત્યાર સુધીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભચાઉ અને નખત્રાણા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. કલેકટર અને DDOની સૂચના મુજબ અતિભારે વરસાદના કારણે સોમવારે (આઠમી સપ્ટેમ્બર) કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે અને બાળકો માટે રજા જાહેર કરવામાં આવી છે.