મહારાષ્ટ્રના (Maharashtra) ડેપ્યુટી CM અજિત પવાર અને IPS અંજના કૃષ્ણા વચ્ચે થયેલી ગરમાગરમ ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. IPS અંજના ડેપ્યુટી સીએમને ઓળખતી ન હતી, બંને વચ્ચેની વાતચીત કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. આ દરમિયાન, અજિત પવારના પક્ષના નેતા અને NCP ધારાસભ્ય અમોલ મિતકરીએ IPS અંજના પર સવાલ ઉઠાવ્યા હતા.
અમોલ મિતકરીએ IPS અંજના પર ટિપ્પણી કરી હતી અને તેમનું શૈક્ષણિક અને જાતિ પ્રમાણપત્ર માંગ્યું હતું. જોકે, હવે તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે અને માફી માંગી છે.