ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહી છે. ભારે વરસાદને પગલે કેટલાંક જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ પણ આપ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ મોડી રાત થી એકધારો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી સતત વરસાદ પડી રહી છે સવારે 6:00 વાગ્યાથી 9:00 વાગ્યા સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.