અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જેને લઈને ભારતને આગામી 1 ઓગસ્ટથી ટેક્સ આપવો પડશે. ટ્રમ્પે કહ્યું કે, ભારત, અમેરિકાનો મિત્ર હોવા છતા બિઝનેસ મામલે ક્યારેય વધુ સહયોગી નથી રહ્યો. ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે અને ત્યાં નોન-મોનેટરી ટ્રેડ બેરિયર્સ પણ ખૂબ જ જટિલ અને આપત્તિજનક છે. એજ કારણ છે કે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારિક લેવડ-દેવડ મર્યાદિત રહી.