અમેરિકાના પ્રયાસો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એક બાદ એક બેઠકો છતાં યુક્રેન અને રશિયા યુદ્ધ રોકાઈ રહ્યું નથી. બંને દેશો પોતપોતાની શરતો મુદ્દે જીદ કરી રહ્યા છે. એવામાં હવે યુક્રેને એવું નિવેદન આપ્યું છે, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી ઈર્ષ્યા કરશે. પહેલેથી જ રશિયાથી ઓઈલ ખરીદવા મામલે ટ્રમ્પ ભારત પર દબાણ કરી રહ્યા છે અને 50 ટકા ટેરિફની જાહેરાત પણ કરી છે. એવામાં યુક્રેનના વિદેશમંત્રી સિબિહાને ભરોસો છે કે યુદ્ધ રોકાવવામાં ભારત જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.