હવે જલ્દી મોબાઈલ એપથી પીએફના નાણા ઉપાડી શકાશે. ઈપીએફઓ મોબાઈલ એપ ઉમંગ મારફતે ક્લેઈમ સેટલ કરવાની તૈયારી કરી રહ્યું છે. શ્રમમંત્રી બંદારૂ દત્તાત્રેય સોમવારે લોકસભામાં જણાવ્યું હતુ કે ઈપીએફઓ પીએફ ક્લેઈમ કરવા માટે એપ્લિકેશન ઓનલાઈન મેળવવા ક્લેઈમ સેટલમેન્ટ પ્રોસેસ તૈયાર કરી રહ્યું છે. તેનાથી 4 કરોડ સભ્યોને ફાયદો થશે.