આમ આદમી પાર્ટી (AAP)ના બોટાદ (Botad)ના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાનું છેલ્લા ઘણા સમયથી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે બપોરે ઉમેશ મકવાણાએ વિધાનસભાનાં દંડક પદેથી રાજીનામું (Resign) આપ્યું છે. આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.