-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન,કેનેડા બાદ હવે જાણે કે વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ નો વારો કાઢ્યો હોય તેમ પોતાના સમાચારોને લઇને તેઓ ગૂગલ સામે કાર્યવાહી કરે તેવા અહેવાલથી ગૂગલ કંપનીમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમણે ગૂગલ સર્ચમાં અમેરિકી રાષ્ટ્રપતિની ખોટી છબિ બનાવવા મામલે કંપનીને આડે હાથ લીધી હતી. ટ્રમ્પનો દાવો છે કે જ્યારથી તેમણે પદ સંભાળ્યુ છે ત્યારથી મીડિયા હંમેશા મારી વિરુદ્ધના જ સમાચાર ચલાવે છે. જો કે ટ્રમ્પે પોતાના આ દર્દ માટે સીધુ ગૂગલને જ જવાબદાર ગણાવ્યું હતું. ટ્રમ્પનો આરોપ છે કે ગૂગલ પણ મારી વિરુદ્ધ નકારાત્મક સમાચાર સર્ચ થવામાં મોટી ભૂમિકા નિભાવી રહ્યું છે. જે ખતરનાક છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના નિશાન પર અમેરિકી મીડિયા હાઉસમાં સીએનએન હંમેશા સૌથી ઉપર રહ્યું છે. પરંતુ આ વખતે ટ્રમ્પે ગૂગલ સામે નારાજગી જાહેર કરી છે.થોડા દિવસ પહેલા અમેરિકી વેબસાઇટ યૂએસએ ટુડેમાં પ્રસિદ્ધ સમાચાર અનુસાર જો તમે ગૂગલ પર ઇડિયટ સર્ચ કરશો તો સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની તસ્વીર સામે આવશે. જેને લઇને વિવાદ પણ ઉભો થયો હતો.