વિરોધ પક્ષો સાથે મળીને EVMનો વિરોધ કરી રહેલી કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરપ્પા મોઇલીએ EVMનું સમર્થન કર્યું છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મોઇલીએ બીજા પક્ષો સાથે મળીને EVMનો વિરોધ કરવાના પોતાના જ પક્ષના નિર્ણયની ટીકા કરી છે. એટલું જ નહીં તેમણે આને પરાજયવાદી માનસિકતા પણ કહી છે.