મહારાષ્ટ્રની એક કોર્ટ દ્વારા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ અને અન્ય ૧૫ સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ બજાવવામાં આવ્યું છે. કોર્ટે આ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરવા ફરમાન કર્યું છે. વર્ષ ૨૦૧૦માં ગોદાવરી નદી પર બાબલી પ્રોજેક્ટના વિરોધમાં ટીડીપી દ્વારા મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધપ્રદર્શન અને આંદોલન કરવામાં આવ્યું હતું. વોરંટમાં આંધ્રના સિંચાઈપ્રધાન દેવીનેની ઉમામહેશ્વર રાવ, સમાજકલ્યાણપ્રધાન એન. આનંદબાબુ અને પૂર્વ ધારાસભ્ય જી. કમલાકર તેમજ તેલુગુદેશમ પાર્ટીના અન્ય કાર્યકરોનાં નામ સામેલ છે.