ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગુજરાતની દરેક રાજકિય પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોને જીતાડવા માટે મેદાનમાં ઉતરી ગઈ છે. જાહેર સભાઓ અને રોડ શો થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પણ ઉમેદવારોને જીતાડવા માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જાહેર સભાઓ સંબોધી રહ્યા છે. ત્યારે આજે રવિવારે વડોદરામાં સીએમ રૂપાણીની જાહેર સભા હતી. જોકે, જ્યારે રૂપાણી જાહેર સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડતા અચાનક ઢળી પડ્યા હતા. સ્ટેજ ઉપર હાજર તમામ નેતાઓ અને સુરક્ષા કર્મીઓએ તેમને સંભાળી લીધા હતા.
આ અંગે જાણ થતાં જ સ્વાસ્થ્ય અંગે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરી માહિતી મેળવી છે. મુખ્યમંત્રીશ્રીને સંપૂર્ણ સ્વાસ્થ્ય ચકાસણી કરાવીને વધુ કાળજી લેવા સાથે યોગ્ય આરામ માટે પણ સલાહ આપી છે.