વિવાદસ્પદ ઈસ્લામી ઉપદેશક ઝાકિર નાઈકની વિરુદ્ધ સોમવારે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ 200 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગ કેસમાં ઈસ્લામિ રિસર્ચ ફાઉન્ડેશન(આઈઆરએફ) અને અન્યનની મળીને 18.37 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. બીજી તરફ એનઆઈએ દ્રારા ઝાકિર નાઈકને એન્ટીટેરરિસ્ટ એક્ટ અંતર્ગત તેની વિરૂદ્ધ નોંધાયેલા એક કેસમાં 30 માર્ચ સુધીમાં હાજર થવા કહેવામાં આવ્યુ છે.