Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા નામના નાનકડા પર્વતિય સ્થળે જઇએ તો ચારેકોર ચાઇનીઝ ચહેરાઓ જોવા મળે. આ ચહેરાઓ તિબેટીયનો છે. ચીને 60 વર્ષ પહેલાં પોતાની વિસ્તારવાદી વિદેશ નીતિના ભાગરૂપે તિબેટ પચાવી પાડ્યું ત્યારે ત્યાંના નાગરિકો આશ્રય લેવા ભારત આવ્યાં અને તે વખતની ભારત સરકારે તેમને આવકાર્યા અને તેઓ ઠંડા પ્રદેશમાં રહેવા ટેવાયેલા હોવાથી તેમને હિમાચલમાં આશરો આપ્યો. તેમના ધર્મગુરૂ છે દલાઇ લામા. વર્ષોથી ભારતમાં રહીને ભારતનું અન્ન્-પાણી આરોગીને આ ધર્મગુરૂએ ભારતની વિરૂધ્ધ ઝેર ઓક્યું. તેમણે હમણાં એમ કહ્યું કે ગાંધીજી તો મોહમ્મંદઅલી ઝીણાને ભારતના વડાપ્રધાન બનાવવા માંગતા હતા, પણ નેહરૂ ના માન્યા અને છેવટે ભારતના ભાગલા પડ્યા. એટલે જો ઝીણાને ભારતના વડાપ્રધાન બનાવાયા હોત તો ભારત અખંડ હોત અને પાકિસ્તાન ના હોત....!! એમ દલાઇ લામાનું કહેવું છે.

    જેઓ હયાત નથી તેમના નામે અટપટા, ચિત્ર-વિચિત્ર અને ઉંટાગપટાંગ જેવા નિવેદનો આપવાની એક ફેશન ચાલે છે ભારતના રાજકારણમાં. જો સરદારને વડાપ્રધાન બનાવાયા હોત તો...., જો નેહરૂએ કાશ્મિર અંગે સરદારસાહેબની વાત સાંભળી હોત તો...., ઇન્દિરા ગાંધીએ તો આવું કર્યું હતું, રાજીવ ગાંધી તો એવા હતા....વગેરે.ના નામે જાણે કે તે વખતે તેઓ ત્યાં હાજરાહજૂર હાજર હતાં અને કાનોકાન સાંભળ્યું હતું એમ વળી એવું નિવેદન આવ્યું હતું કે નેહરૂ તો જેલમાં ભગતસિંહને મળવા પણ ગયા નહોતા...!!!

    જેમના નામે આવા ડિંડક ચાલે છે તેઓ હયાત નથી. તેઓ ક્યાં જવાબ આપવા કે નિવેદન કરવા આવવાના હતા. આવી ફેશનની ચાલતી ગાડીમાં દલાઇ લામા ચઢી ગયા અને, ગાંધીજી તો ઝીણાને ભારતના વડાપ્રધાન બનાવવા માંગતા હતા...એવું બોલ્યા. ભાઇ દલાઇ, તમારી ઉંમર જોતા તમે તે વખતે હયાત હશો તો તે વખતે કેમ ના બોલ્યા..? ચલો, માની લઇએ કે તે વખતે તમે તિબેટમાં હતા, ભારતમાં નહોતા, તો પછી આટલા વર્ષો પછી એવી વાત કરવી કે જે બાબતે ભારતના કોઇ રાજકીય નેતા પણ વાત કરતા નથી કે ગાંધીજી તો ઝીણાને વડાપ્રધાન બનાવવા માંગતા હતા. ભારત એટલું જાણે છે કે ઝીણાએ ધર્મના નામે અલગ દેશની માંગ કરી હતી અને એ દેશ એટલે પાકિસ્તાન. દલાઇ લામાજી, તમે જે કહ્યું તે વાત કદાજ પહેલીવાર તમારા થકી બહાર આવી. બાકી તો એવું ચાલે છે કે ગાંધીજી સરદારને વડાપ્રધાન બનાવવા માંગતા હતા...., ગાંધીજી તો નેહરૂને વડાપ્રધાન બનાવવા માંગતા હતા..., નેહરૂએ કાશ્મિર અંગે સરદારસાહેબની સલાહ ના માની અને એનું પરિણામ ભારત ભોગવે છે.......એવી વાતો ફેલાવીને ગમે તેમ કરીને એક પક્ષને, એક પક્ષના નેતાઓ પર હિલ્સા માછલાં ધોવાનો મસ્ત મજાનો કાર્યક્રમ 4 વર્ષથી ચાલી રહ્યો છે. રાજકારણીઓ રાજનીતિ કરે અને આવા નિવેદનો કરે તો ચાલો માની શકાય. પણ ભાઇ દલાઇ, તમે તો ધર્મગુરૂ છો, ભારતવાસીઓને તમારા પ્રત્યે આદર છે, માન છે, સન્માન છે. તમને વર્ષો પછી આ નેહરૂની બંડીમાં હાથ નાંખવાનું, આ ઝીણાનું ભૂત જગાવવાનું (બિચ્ચારા હમણાં તો સૂતા હતા....!!!), આ ગાંધીજીનો ઝીણા પ્રત્યેનો આગ્રહ એમાં શા માટે રસ પડ્યો?

    પોતાના નિવેદનનો વિરોધ થયો એટલે દલાઇ લામાએ માફી માંગી કે મેં ખોટુ કહ્યું હોય તો મુજકો યારો માફ કરના મૈં નશે મેં નહીં થા...દલાઇ લામાજી, તમે જે કહ્યું તેની સચ્ચાઇ અને ખોટાઇ તો તમે જ જાણો કાં જેના ઇશારે તમને આવું બોલવાની અચાનક ચાનક ચઢી તે જાણે. પણ એક વાત સામાન્ય લોકોને સમજાઇ ગઇ કે તમે વર્ષોથી જે દેશનું અન્ન ખાધુ એની સાથે વિશ્વાસઘાત અને દગો કર્યો છે. જે થાળીમાં ભારતનું ભોજન આરોગતા હતા તેમાં જ આવા નિવેદનો થકી કાણાં કાણાં કરી નાંખ્યા. તમે કોઇ નાના મોટા રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. તમે ભલા અને તમારૂ ધાર્મિક કામ ભલું. તેમ છતાં ઝીણાને ભારતના વડાપ્રધાન બનાવવાની તમારી લાગણી જોતાં તમારે ધર્મશાળામાંથી તમામ હિજરતી તિબેટીયનોને લઇને લાહોર તરફ કૂચ શરૂ કરી દેવી જોઇએ. કેમ કે ભારતને દુખ થયું કે મિત્રના રૂપમાં ભારતે વર્ષોથી એક દુશ્મનને પોષ્યો છે.

    દલાઇ લામાને એક વિનંતી. જે હયાત નથી એમના નામે તમે બોલ્યા પણ જે હયાત છે તેમના વિશે બોલવાની હિંમત દાખવશો..? ચાલો એવું બોલો કે, ભાજપ તો ગોવા કારોબારીમાં અડવાણીને વડાપ્રધાન બનાવવા માંગતું હતું.....પરંતુ....?!!

    બોલો, દલાઇજી, આવું બોલશો..? ભગવાન બુધ્ધ તમને સદબુધ્ધિ આપે. અને હાં ઝીણાને તમે ના જગાવશો. તેમને કબરમાંથી પરાણે ખેંચી કાઢનારા ઘણાં લાઇનમાં ઉભા છે. તમે લામાઓના સર્વાંગી કલ્યાણ અને તિબેટ પાછું મળે તેના માટે માત્ર ધાર્મિક જપ-તપ કરો...કોઇ રાજકીય પક્ષ ભા..જપનું તપ ના કરશો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ