કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે (17 ઓગસ્ટ)ના રોજ બિહારના સાસારામથી તેમની 16 દિવસની અને લગભગ 1,300 કિલોમીટર લાંબી 'મતદાર અધિકાર યાત્રા' શરૂ કરી રહ્યા છે. આ યાત્રાને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોક દ્વારા આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા 'એક વ્યક્તિ, એક મત' ના સિદ્ધાંતના રક્ષણ માટે એક મુખ્ય અભિયાન તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે. યાત્રા પહેલી સપ્ટેમ્બરે પટનામાં એક મેગા રેલી સાથે સમાપ્ત થશે.
ભાજપને તમામ નવા વોટરના વોટ મળ્યા એટલે એ લોકો ચૂંટણી જીત્યા. અમે આ મામલે ચૂંટણીપંચની ફરિયાદ કરી પણ કંઈ ના થયું. પછી અમે આ મામલે તપાસ કરી તો જાણ થઈ કે એક વિધાનસભામાં એક લાખથી વધુ વોટ ચોરાયા. આ કારણે જ ભાજપ લોકસભામાં કર્ણાટકની એક સીટ જીતવામાં સફળ રહ્યો. અમે ચૂંટણીપંચથી ઈલેક્ટ્રોનિક ડેટા અને સીસીટીવીની વિગતો માગી તો અમને ના પાડી દેવામાં આવી. આ લોકો બિહારમાં SIR યોજીને નવા મતદારો ઉમેરીને જૂના મતદારોને ડિલીટ કરીને અહીં ફરી વોટ ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેમને આવું નહીં કરવા દઈએ.