પાકિસ્તાનના લાહોર નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. લાહોર નજીક ઇસ્લામાબાદ એક્સપ્રેસના લગભગ 10 ડબ્બા પાટા ખડી પડ્યા હતા. અત્યાર સુધી કોઈ મુસાફરના મૃત્યુના અહેવાલ નથી, પરંતુ અકસ્માતમાં 30 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ ટ્રેન લાહોરથી રાવલપિંડી માટે રવાના થઈ હતી. લાહોરથી થોડા કિલોમીટર દૂર શેખુપુરામાં કાલા શાહ કાકુ ખાતે તે પાટા પરથી ઉતરી ગઈ હતી.