રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના 'એન્યુઅલ લીગલ કોન્ક્લેવ' ને સંબોધતા તેમણે કહ્યું કે, 'હવે દેશમાં ચૂંટણી પંચનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. હું હાલની ચૂંટણી પ્રણાલી વિષે વાત કરી રહ્યો છું. મને 2014થી જ શંકા હતી કે આમાં કંઈક ગડબડ છે. તમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ શંકા હતી. કોઈ એક પાર્ટીની જંગી જીતનો ટ્રેન્ડ શંકા પેદા કરે છે.'