PM નરેન્દ્ર મોદી શનિવારે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતે પહોંચ્યા. આશરે 2,200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.
PM કિસાન 20મો હપ્તો PM મોદીએ વારાણસીના 9.70 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો મોકલી દીધો છે. આ વખતે ખેડૂતોના ખાતામાં 20500 કરોડ રૂપિયાથી વધુની રકમ મોકલવામાં આવી છે. 9 કરોડ 70 લાખ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. તેમણે તેમના સંસદીય ક્ષેત્રમાં અબજો રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરીને કાશીના વિકાસને વેગ આપ્યો.