થાઇલેન્ડ અને કંબોડિયાની સરહદે રોન મારી રહેલાં પાંચ થાઇ સૈનિકો એક સુરંગ ફાટતાં ઘાયલ થવાને પરિણામે બંને દેશો વચ્ચે ગુરૂવારે મોટાં પાયે લડાઇ ફાટી નીકળતાં અગિયાર જણાંના મોત થયા હતા અને ૨૮ જણાં ઘાયલ થયા હતા. હાલ છ જગ્યાએ ચાલી રહેલી લડાઇમાં તોપ અને રોકેટનો ઉપયોગ થઇ રહ્યો હોવાના અહેવાલો છે. બંને દેશોએ એકમેક સાથેના રાજદ્વારી સંબંધો પણ રાજદૂતોને પાછાં બોલાવી લઇ પુંરાં કરી દીધાં છે.