સાઉદી અરબમાં પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાન સત્તાનાં સૂત્રો સંભાળવા જઈ રહ્યા છે ત્યારે દેશમાં શરૂ કરાયેલા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન અંતર્ગત સત્તાવાળાઓએ અબજોપતિ શાહજાદા અલ વાલીદ બિન તલાલ સહિત 11 રાજકુંવરોની ધરપકડ કરી છે. તે ઉપરાંત 4 વર્તમાન મંત્રીઓ અને ડઝનો પૂર્વ મંત્રીઓને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. સાઉદીની સરકારે રાજગાદીના પ્રબળ દાવેદાર અને સાઉદી નેશનલ ગાર્ડના વડા, સાઉદી નૌકાદળના વડા અને નાણામંત્રીને પણ બરતરફ કરી નાખ્યા છે.