છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રવિવારે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું હતું. જામખંભાળિયામાં ફક્ત બે જ કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને 8 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને લઈને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
જામખંભાળિયામાં જોત જોતામાં એટલે કે બે કલાકમાં અનરાધાર 12 ઈંચ વરસાદ તુટી પડ્યો હતો. જેને કારણે દુકાનો, મકાનો સહિતના નીચાણવાણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતાં. ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.