ભારતમાં કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે. ભારતના મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે તો ગુજરાતમાં પણ 24 કલાકમાં કુલ 74,253 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત રાજ્યમાં 24 કલાકમાં કુલ 1141 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. જેથી રાજ્યમાં રિકવરી રેટ પણ 80.82% થયો છે. છેલ્લા 24 કલાકમાં 1305 કેસ નોંધાયા છે. જે રાજ્યમાં સતત બે દિવસમાં 1300 પાર કેસ છે. જેથી હવે રાજ્યમાં પણ કોરોનાનો કુલ આંકડો 99050એ પહોંચ્યો છે.
24 કલાકમાં રાજ્યમાં નોંધાયા 1305 કેસ
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,52,772 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 5,52,334 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને 420 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 15948 એક્ટિવ કેસ છે. જેમાંથી 94 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 15854ની સ્થિતિ સ્ટેબલ છે.