સહકારી બેન્કોના થાપણદારોને મોટી રાહત આપતાં કેન્દ્ર સરકારે દેશની તમામ સહકારી બેન્કો અને મલ્ટિ સ્ટેટ કો.ઓપરેટિવ બેન્કોને ભારતીય રિઝર્વ બેન્કના સીધા નિયંત્રણ હેઠળ લાવવા માટે વટહુકમ લાવવા નિર્ણય કર્યો છે. વટહુકમને રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ સહકારી બેન્કો સીધી રિઝર્વ બેન્કના નિયંત્રણ હેઠળ આવી જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, શહેરી સહકારી બેન્કો અને એક કરતાં વધુ રાજ્યોમાં કાર્યરત સહકારી બેન્કો પણ હવેથી કોર્મિશયલ બેન્કો જેવી ભારતીય રિઝર્વ બેન્કની સુપરવિઝન પ્રક્રિયા અંતર્ગત લાવવામાં આવી છે. જાવડેકરે જણાવ્યું હતું કે, આ નિર્ણય થઈ થાપણદારોના નાણાં વધુ સુરક્ષિત બનશે. આ માટેનો વટહુકમ ટૂંકસમયમાં જારી કરાશે.