ભારતના સૂર્યના અભ્યાસ માટેના પહેલા આદિત્ય- એલ ૧ અવકાશયાને સૂર્યની વિરાટ થાળી પરથી સર્જાયેલી વિશાળ સૌરજ્વાળા અને ભાગ્યે જ જોવા મળતા પ્લાઝ્માના પરપોટાની ઇમેજ મેળવવામાં સફળતા મેળવી છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને(ઇસરો) 2025ની 14,મે, બુધવારે આ મહત્વની માહિતી આપી છે. આદિત્ય --એલ 1 અવકાશયાન 2023ની 2, સપ્ટેમ્બરે તરતું મૂકાયું છે.