કોરોના વાયરસે મહારાષ્ટ્ર રાજભવનમાં દસ્તક આપી છે. રાજભવનના 16 કર્મચારી કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સેલ્ફ ક્વૉરન્ટાઈન થયા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, 16 કર્મચારીઓને કોરોના થતાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સેલ્ફ ક્વૉરન્ટાઈન થઈ ગયા છે. રાજભવનમાં બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને આગામી આદેશ સુધી કોઈ પણ મીટિંગોને સ્થગિત કરી દેવામાં આવી છે.
ઉલ્લેખની છે કે, રાજભવનમાં કુલ 100 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી અત્યાર સુધી 16 લોકો પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ છે રાજભવનમાં પહેલા એક જૂનિયર એન્જીનિયર પોઝિટિવ મળી આવ્યો હતો. તેના બાદ તમામ લોકોના ટેસ્ટ કરાયા હતા.