બિહારમાં મંગળવારે ૧૧ લોકોનો ભોગ લેનારી આકાશી વીજળી ગુરુવારે ફરી વાર રાજ્યના આઠ જિલ્લામાં ત્રાટકી હતી જેમાં ૨૮ લોકોના મોત થયા હતા. રાજ્યના આપદા પ્રબંધ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યના ૮ જિલ્લામાં વીજળીનો પ્રકોપ સર્જાયો હતો. મધેપુરા, મુરલીજંગ, કુમાખંડમાં પણ વીજળી ત્રાટકવાની ચેતવણી આપવામાં આવી છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. મુખ્યપ્રધાન નીતિશ કુમારે મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.