રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી જેમાં સારવાર લેતાં 11 દર્દીમાંથી 5 દર્દીના મોત નીપજ્યા છે. હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળેલ છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડ આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થઈ ચુક્યો છે. કમનસીબ દર્દીઓ હોસ્પિટલના જે બેડ પર સારવાર લઈ રહ્યા હતા ત્યાં જ મોતને ભેટ્યા છે. દર્દીઓને વોર્ડમાંથી બહાર પણ કાઢી શકાયા ન હતા. ઘટનાની જાણ થતાં ફાયર પોલીસ કમિશ્નર , મ્યુનિસિલપલ કમિશ્નર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પણ દુખ વ્યક્ત કર્યું છે.