Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકાના વોશિંગટનમાં આજે શુક્રવારે (9 મે, 2025) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ  (IMF) તરફથી પાકિસ્તાનને 1.3 અબજ ડોલરના બેલઆઉટ પેકેજનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જોકે, ભારતે આ અંગે મતદાનથી દૂર રહીને વિરોધ કર્યો છે. ભારતે બેઠક દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી કે, પાકિસ્તાનને અપાતી નાણાકીય સહાયથી આતંકવાદી સંગઠનોને પરોક્ષ રીતે મદદ મળે છે. આ સિવાય ભારતે IMFની જ એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનને વારંવાર નાણાકીય સહાય આપવાને લીધે તે IMF માટે 'too-big-to-fail' દેવાદાર બની ગયું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ