પહલગામ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે. ભારતમાં પાકિસ્તાન તરફથી થઈ રહેલી ગતિવિધિઓ અને ભારતીય સેનાના વળતા જવાબ બાદ દેશની દરેક સીમાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય પણ સરહદી વિસ્તાર હોવાના કારણે પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યની સીમાને લઈને માહિતી મેળવી હતી.