ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આજે રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. બુધવારે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભૂકંપની તીવ્રતા ૫.૫ હતી. આજે રાજકોટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. સવારે ૧૧.૧૦ કલાકે રાજકોટમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા ૩.૧ હતી. ભૂકંપનું કેન્દ્ર રાજકોટથી દક્ષિણ-પૂર્વ દિશામાં ૨૭ કિમી દૂર ફૂલઝર નજીક જમીનથી ૩.૧ કિમી નીચે હતું. એક તરફ ઠંડી અને બીજી તરફ ભૂકંપના આંચકાથી લોકો ગભરાઇ ગયા હતાં.