ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જેના પગલે અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. જો કે રાજ્યના હવામાન વિભાગે 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટના 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં વરસાદી સિસ્ટમ ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધીને ઓડિશા, મધ્ય પ્રદેશ થઈને ગુજરાત ઉપર આવશે. જેને પગલે આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ થશે. ગુજરાતના જે જિલ્લાઓમાં વરસાદ ઓછો નોંધાયો છે, તેવા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.