અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે જેલના અધિકારી સાથે જેલના કેદીઓ પણ આ વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદની સાબરમતી જેલમાં 16 કર્મચારીઓ અને 54 કેદીઓ કોરોનાનો શિકાર બન્યા છે. એટલું જ નહીં, સાબરમતી જેલ DySp ડી.વી.રાણા પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. સાબરમતી જેલમાં કર્મચારીઓ કોરોના પોઝિટીવ મળતા જેલ કર્મી અને કેદી વચ્ચે હડકંપ મચી જવા પામ્યો છે.
રાજ્યમાં કોરોના વાયરસે સામાન્ય વ્યક્તિથી લઈને નેતાઓ સુધી તમામને પોતાનો શિકાર બનાવ્યા છે. ધીમે-ધીમે આ વાયરસે જેલની અંદર પણ એન્ટ્રી મારી દીધી છે. મળતી માહિતી મુજબ, સાબરમતી જેલના 16 કર્મચારી અને 54 કેદીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. કોરોના સપડાયેલા દર્દીઓમાં સિરિયલ બ્લાસ્ટના એક આરોપી પણ સામેલ છે.